27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી ખત્રી વિદ્યાલયમાં તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ

 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૬૯માં શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની રમતોમાં વોલીબોલની રમતો ખત્રી  વિદ્યાલય મુકામે યોજાઈ હતી જેમાં તાલુકાની ૧૬ ટીમો સ્પર્ધક બની હતી આ વોલીબોલમાં ખત્રી વિદ્યાલયની ટીમ અન્ડર ૧૭ અન્ડર ૧૯ ભાઈઓ તથા અન્ડર ૧૯ બહેનો પ્રથમ ક્રમે ઝળહળતી વિજેતા પ્રાપ્ત કરી હતી જ્યારે ખત્રી વિદ્યાલય ની અન્ડર ૧૪માં ભાઈઓ અને અન્ડર ૧૪ અને ૧૭માં બહેનોએ દ્વિતીય સ્થાન મેળવી ટુકડીઓએ રસપ્રદ જીત હાંસિલ કરી પ્રેક્ષકોના મનને જીતી લીધા હતા. વિજયના ઉત્સાહથી બાળકોના કિલ્લોલ થી વાતાવરણ ગુંજી ઉઠવાની સાથે તાલુકાનું તથા શાળાનું નામ રોશન કર્યું હતું. આ તકે વિજય થનાર ટીમોએ પ્રથમ ક્રમાંક મેળવનાર સ્પર્ધકો જિલ્લામાં પોતાનું સ્થાન મેળવી  છોટા ઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે વિજય થનાર ટીમોને શાળાના આચાર્યશ્રી યુ.વાય. ટપલા સા. દ્વારા અભિનંદન આપી ઉત્તરો  ઉત્તર પ્રગતિ કરી જીવનના દરેક પાસામાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જેનું સમગ્ર સંચાલન પી.ઈ.ના શિક્ષક એમ.એમ. ઠાકોરે કર્યું હતું.

Related posts

બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ

admin

નસવાડી તાલુકાના ચામેઠા વસાહત ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કોઈ કાયમી શિક્ષક નથી જેને લઈને ગ્રામજનો શાળાને તાળાબંધી કરવાની ચીમકી

admin

એસ.ટી.બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

admin

Leave a Comment