Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ

બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટવરસિંહ એલ. બારીઆએ મામલતદારશ્રીને અરજી પાઠવી છે, જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે પાકનુકશાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।

અરજીમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં થયેલા કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ડાંગર, કપાસ, તુવર, સોયાબીન અને મકાઇ જેવા ખરીફ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે અને ઘણા ખેડૂતો પાકધિરાણ ચૂકવી શકતા નથી।

બોડેલી કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે જેમ યુપીએ સરકારે ખેડૂતોના રૂ. 78,000 કરોડના દેવા માફ કર્યા હતા, તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે। સાથે જ 2020 થી બંધ પડેલી પાક વિમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવા અને નુકશાનના વળતર માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે।

કોંગ્રેસ સમિતિએ વધુમાં જણાવ્યું છે કે સિયાળુ પાક માટે હાલથી જ ખાતરની અછત વર્તાઈ રહી છે, તેથી ખેડૂતોને જરૂરી સમયે પૂરતું ખાતર પૂરુ પાડવામાં આવે તે સરકાર સુનિશ્ચિત કરે।

Related posts

નસવાડી–ઘોડીસીમેલ–પોથલીપુરા વચ્ચે અશ્વિન નદી પર ૮ કરોડના ખર્ચે નવા બ્રિજનું ખાતમુહૂર્ત

admin

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં નવાગામાં પ્રાથમિક શાળામાં સાપ ઘૂસી આવતા ભારે અફરા તફરી

admin

બોડેલીના ખત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીયગીત વંદે માતરમ ની 150 વર્ષની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment