નર્મદા જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને ખેતીના પાકનું નુકસાન થયેલ છે જેને લઈને મોટુ નુકસાન વેથવાનો વારો આવ્યો છે ત્યારે આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને માવઠાના કારણે ખેતીના પાકમાં થયેલ નુકસાન નું વળતર ચૂકવવા બાબતે ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તથા તેઓની આ માંગ ને સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી સાથે ગરૂ ડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ તડવી , તાલુકા પંચાયત વિપક્ષ નેતા દક્ષાબેન તડવી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

