Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના દુમાડ ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા શહેર નજીકથી પસાર થતાં NH48 પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યાને લઈને હવે તંત્ર સજાગ થયું છે. ગતરોજ ગોલ્ડન ચોકડી પાસેના કાચા પાકા દબાણો પોલીસ વિભાગ દ્વારા તંત્રને સાથે રાખીને દૂર કરવામાં આવ્યા હતા. અને રોડ વાઈડનીંગનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે આજે ગોલ્ડન ચોકડી બાદ દુમાડ ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેર નજીક NH48 તરીકે ઓળખાતા વડોદરા થી મુંબઈ તરફ જતા હાઈવે પર સાંકડા બ્રિજ,તૂટેલા રસ્તા અને કેટલાક દબાણોના કારણે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વડોદરા જિલ્લામાં દેણા બ્રિજ, જાંબુઆ બ્રિજ, પોર બ્રીજ અને બામણગામ બ્રિજને પહોળા કરવા માટે પણ કામગીરી સોંપી દેવામાં આવી છે. વરસાદના સમયે હાઇવે પર મસ્ત મોટા ખાડા પડી જવાને કારણે ભારદારી વાહનોની અવરજવર ધીમી થાય છે. જેના કારણે ટ્રાફિકજામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે.

આ સમસ્યાને લઈને બે દિવસ પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાંબુઆ બ્રિજ પાસેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે બાદ ગતરોજ ગોલ્ડન ચોકડી નજીક હાલોલ તરફ જતા માર્ગ પર ઉભા થયેલા કાચા પાકા દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આજે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા ધુમાડ ચોકડી નજીક ઉભા કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણો દૂર કરવાથી બાયપાસ જતા વાહનો માટે ટ્રાફિક હળવો થશે તેવું અનુમાન નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવ્યું છે.

Related posts

વડોદરા વોર્ડ નં. ૧: ટિકિટ કપાતા કાર્યકરોનો બળવો, નિશિત અમીન અપક્ષ લડવાના મૂડમાં

admin

કોમી એકતાના પ્રતિક માઈ સાહબ દાદીમાં દરગાહ શરીફ ખાતે શાનદાર ઉસૅની ઉજવણી કરવામાં આવી

admin

વડોદરામાં 538 કરોડના વિકાસ કાર્યોની ભેટ, ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન

admin

Leave a Comment