સમાજમાં એકલા સમયે મુસાફરી કરતી મહિલાઓ માટે ચેતવણી રૂપ ઘટના સામે આવી છે.વડોદરા જિલ્લા ડેસર તાલુકાના ઉદલપુરમાં ઘટના બની હતી.એકલી ટ્રકમાં મુસાફરી કરતી મહિલા સાથે ટ્રકચાલકે દુર્વ્યવહાર કર્યો હતો.થર્મલપાવર વણાકબોરીથી એક્ટિવા લઈ નોકરીમાં વડોદરા ફરજ બજાવવા જઈ રહેલી મહિલા સાથે ટ્રક ચાલકે દુર્વ્યવહાર કર્યો હતો.ડેસરના ઉદલપુરથી સાવલી તરફ જતી ટ્રકમાં મુસાફરી કરતી મહિલા સાથે ટ્રક ચાલકે ચાલુ ટ્રકમાં દુર્વ્યવહાર કર્યો હતો.પીડીત મહિલા એ ચાલુ ટ્રકે દરવાજો ખોલવા પ્રયાસ કરતાં ચાલકે ટ્રક થોભાવતાં મહિલા ઊતરી ડેસર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ડેસર પોલીસે ટ્રક કબજે લઈ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

