વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામા ના મઢ માં સાંઢણી ની આંખ માં થી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતુ વિજ્ઞાન જાથા. દશા માં ની ભૂઈ એ લેખિત કબૂલાત આપી ઘી નુ તરકટ કર્યા નું કબૂલી માફી માંગી લીધી. ભૂઈ ની ૩૫ વર્ષ ની ધતિંગ લીલા બંધ કરાવતુ વિજ્ઞાન જાથા. દશામા ના મઢ માં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યુ. જાથા એ સાંઢણી તપાસતા ઘરના સદસ્યો નું કારસ્તાન બહાર આવ્યુ. ધાર્મિક છેતરપિંડી કરનારાઓ થી સાવધાન. જાથા એ ૩૫ વર્ષમાં ૨૮૦૦ ઢોંગી ભૂઈમા નો પર્દાફાશ કર્યો. ભૂઈ ને મુશ્કેલી ના સમયે દશામાં એ મદદ કરી નહીં જે થી રડી પડ્યા. ભવિષ્ય માં દશા માં ના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાહેંધરી આપી. ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ, પુત્ર ડ્રાઈવર સતીષસિંહ એ કબૂલાતનામા માં સહી કરી આપી. જાથા એ ઘી ના ચમત્કાર ની પોલ ખોલ કરી. વિજ્ઞાન જાથા નો ૧૨૭૩ મો સફળ પર્દાફાશ. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યૂટી પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી પટેલ, સબ ઇન્સ્પેક્ટર ભરવાડ, મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓ એ પર્દાફાશ માં મદદ કરી, જાથા એ આભાર વ્યક્ત કર્યો. ભૂઈ સીતાબા અને પુત્ર ની અટકાયત કરતુ પોલીસ તંત્ર. ચમત્કાર કરનારાઓ શ્રદ્ધા ના માહોલ માં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે. ચમત્કારો થી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે. દશા માં ના વ્રત ના સમાપન એ ભૂઈ નો ભાંડાફોડ થયો. દશામાં ની ભૂઈ ને વારંવાર પાણી પીવડાવી હિંમત આપવી પડી. ઢોંગી ભૂઈમાં, ધતિંગબાજો થી સાવધાન રહેવા વિજ્ઞાન જાથા ની અપીલ. દશામાં ના મઢે ઘી નો ચમત્કાર તૂત બેબુનિયાદ સાબિત કરતુ જાથા. વડોદરા માં વિજ્ઞાન જાથા ના ચેરમેન જયંત પંડ્યા, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી પર્દાફાશ ની કામગીરી માં જોડાયા હતા.

