છોટાઉદેપુર તાલુકાના સનાડા ગામના વતની ગફુરભાઈ અપસીંગભાઈ રાઠવાનું ભારે વરસાદ પડવાથી ઘર ધરાશયી થતા મોત થયું હતું. જેને લઈને તાલુકા પંચાયતના કચેરી છોટાઉદેપુર દ્વારા ૪ લાખનો ચેક સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આપવામાં આવ્યો હતો. જેમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

