છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ફરી મેદાને આવ્યા છે. તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા એ ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે. ફેસબુક ઉપર પોસ્ટ મૂકતા હાલ રાજકીય માહોલ ગરમાયો છે. રાજેશ રાઠવા એ પોસ્ટ મુકતા લખ્યું છે, કે શું મિત્રો મારે બીજેપી માંથી મારે રાજીનામું આપી દેવું જોઈએ? અને જો હું રાજીનામું આપી દઉં તો મારે કઈ પાર્ટીમાં જોડાવું જોઈએ તે અંગે લોકો પાસેથી તેઓએ મંતવ્યો માંગ્યા છે. હાલ રાજેશ રાઠવા પોસ્ટ મુકતા સમગ્ર માહોલ ગરમાયો છે.

