છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નનુપુરાથી પાલસર ચોકડીના રસ્તા ઉપર પસાર થતી તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે.જેને લઇ બાજુમાં બનેલો રસ્તો પણ ધોવાયો છે. હલકી કક્ષાની કામગીરી કરતા વરસાદ પડતાં પોલ ખુલી વારંવાર કેનાલો રીપેરીંગનાં કામો થાય છે. પરંતુ કેનાલ રીપેરીંગમાં અઘિકારીઓ ધ્યાન આપતાં નથી.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલસર ચોકડીથી નનુંપૂરાના રસ્તા ઉપર નર્મદાની બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. તેની બાજુમાંથી નનુપુરા પૂરાનો રસ્તો પસાર થાય છે. જયારે સામાન્ય વરસાદમાં કોયારી નનુપૂરા રોડ ઉપર કેનાલમાં મોટો ભૂવો પડતાં કેનાલની એક સાઈડનો ભાગ તુટી ગયો છે. સાથે રસ્તો પણ મોટી માત્રામાં ધોવાઈ ગયો છે. જેના કારણે ભારદારી વાહનો રસ્તા ઉપરથી પસાર થઇ શકતા નથી. જયારે ભારે વરસાદ પડશે. ત્યારે આ ભૂવો મોટો થશે અને રોડ પુરે પૂરો બેસી જશે. જયારે ખેડૂતોને ખેતરમાં બળદ ગાડું હલલાકડું લઇ જવા માટે રસ્તામાં ભૂવો પડતાં મુશ્કેલી પડી રહી છે. જયારે આ ભૂવો પૂરવા માટે નર્મદા નિગમના અધિકારીઓ રસ લેતા નથી. જેને લઇ આ ભૂવામાં કોઈ વાહન ચાલક પટકાઈ તેવી સ્થિતિ છે. નર્મદા નિગમ દર વર્ષે આ જગ્યા ઉપર કેનાલ રીપેરીંગ કરે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ દર વર્ષ ભૂવો પડી જાય છે. ત્યારે નર્મદા નિગમના અધિકારીઓએ રીપેરીંગનાં સમયે ધ્યાન આપતા નથી. જેને લઇ હલકી કક્ષાની કામગીરી થતી હોવાથી વરસાદમાં પોલ ખુલી જાય છે. આ વિસ્તારમાં અનેક જગ્યાઓ ઉપર કેનાલો તૂટેલી છે. તેને રીપેરીંગ કરવામાં આવતું નથી. જેનાથી અનેક જગ્યાએ ભૂવા પડવાની શક્યતાઓ છે. નર્મદા નિગમના અધિકારીઓ કેનાલો રીપેરીંગ પાછળ ખર્ચ કરે છે. પરંતુ સરકારના નાણાં તકલાદી કામોથી પાણીમાં વહી જાય છે. અધિકારીઓ આવા ભુવા પડે છે. ત્યારે મુલાકાત પણ લેતા નથી. જયારે જિલ્લા કલેકટર આવા અધિકારીઓ સામે આક્રમકઃ પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ છે. જો વહેલી તકે આ કેનાલ રીપેરીંગ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં કેનાલના પાણી ખેતરોમાં જશે અને ખેડૂતોને મોટું નુકશાન થશે જેને લઇ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

