43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડ ગામે રોડ ઉપરથી કિ.રૂ. ૨૬,૪૦,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્ટેટ મોનીટરીંગ સેલ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સુચનાઓ કરેલ.

જે અન્વયે વી.એન.તડવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાંચ છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રૂનવાડ ગામે પ્રોહી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના નાઓને પણ બાતમી મળેલ હોય જે બાતમી હકીકત મુજબના વર્ણનવાળી ટાટા કંપનીની ટ્રાવેલ્સ રજી. નંબર GJ-06-XX-0670 ની ચાંદપુર (મધ્યપ્રદેશ) તરફથી છોટાઉદેપુર તરફ આવતા ગાડી પાછીવાળી તેને પકડવા પીછો કરતા રૂનવાડ ગામના બ્રીજના છેડે એલ.સી.બી. છોટાઉદેપુર તથા સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ માણસો સાથે મળી બાતમી હકીકતવાળી ટ્રાવેલ્સ રજી. નંબર GJ-06-XX-0670 આગળ તેઓની ગાડીની આડાશ કરી ટ્રાવેલ્સને રોકેલ અને ઉભી રખાવેલ જેમા તપાસ કરતા લગેજ બોક્ષવાળી જગ્યાએ ગુપ્ત ખાનુ બનાવી તેમા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો નંગ-૨૬,૪૦૦ કુલ કિ.રૂ.૨૬,૪૦,૦૦૦/- તથા ટાટા કંપનીની ટ્રાવેલ્સની કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.૫૫૦૦/-મળી કુલ કિ.રૂ. ૪૬,૫૫,૨૫૦/- ના પ્રોહી મુદામાલની હેરાફેરી દરમ્યાન પકડાઇ જઈ તથા આરોપી નંબર (૩) ટીલુ શર્મા જેના પુરા નામ સરનામાની ખબર નથી તેઓ પ્રોહી મુદ્દામાલ ભરી આપી હાજર નહી મળી આવી ગુનો કરેલ હોય પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલ ગુ.રા. ગાંધીનગર નાઓ ઉપલી બ્રાંચ હોય જેથી તેઓએ પકડાયેલ પ્રોહી મુદામાલ તથા આરોપીઓ સંભાળી લીધેલ. સદર ગુનો સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર નાઓએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે તપાસ સોંપેલ છે.

Related posts

“સંસ્કૃત સંભાષણ દિન” નિમિત્તે નાગરિકોને સંસ્કૃતમાં કલેકટર ગાર્ગી જૈનનો શુભેચ્છા સંદેશ

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ તેનાત, અલગ અલગ વોર્ડમાં 302 જેટલા પોલીસ અધિકારીઓને કર્મચારીઓ ખડે પગે રહેશે.

admin

જેતપુર પાવી તાલુકાના ભેંસાવહી ગામે ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી 

admin

Leave a Comment