36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

ભાઈ બહેનના પવિત્ર બંધનને ગાઢ બનાવતો પર્વ એટલે રક્ષા બંધન…કે જે દિવસે પ્રત્યેક બહેન પોતાના ભાઈના હાથની કલાઈ ઉપર રાખડી બાંધે છે…ત્યારે આપણે એક એવા ભાઈની વાત કરવા જઈ રહ્યા છે. જેની એક બે કે આઠ દસ નહિ પણ સેંકડો બહેનો છે. અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ ભાઈને એમની આ તમામ સેંકડો બહેનો રાખડી બાંધે છે અને તેપણ ભાઈના ઘરે જઈને…

કોઈ સામાજિક કે રાજકીય આગેવાન હોય તો એને મળવા એને રાખડી બાંધવા વગદાર એવા સિલેક્ટેડ પરિવાર ના લોકો આવતા હોય છે. અને રાખડી બાંધવાની ફોર્માંલીટી કરાતી હોય છે ,પરંતુ અમે જેં ભાઈની વાત કરી રહ્યા છે. એને રાખડી બાંધવા કોઈ સંપન્ન કે વગદાર નહિ પણ સામાન્ય પરિવારની સેંકડો બહેનો આવે છે….ત્યારે સેંકડો બહેનોના લાડકા એવા અનોખા અને ભાગ્યશાળી કહી શકાય એવા ભાઈ છે. જયંતીભાઈ રાઠવા…જયંતીભાઈ રાઠવા હાલમાં ગુજરાતના 138 પાવીજેતપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય છે, જેમનું નિવાસ સ્થાન છે. પાવીજેતપુર તાલુકાના પાનીબાર ગામમાં રામ ટેકરી ખાતે આવેલું છે, આજે સવારથી રામ ટેકરી ખાતે જયંતીભાઈ રાઠવાના નિવાસ સ્થાને બહેનોનુ આવાગમન શરૂ થઈ ગયું હતું, નાની બાળકી થી લઇ યુવા અને વૃદ્ધા તમામ વયની મહિલાઓ હાથમાં નારિયેળ..મીઠાઈનું પેકેટ અને રાખડી લઈને આવતી જોવા મળી ..રામ ટેકરી ખાતે જયંતિ ભાઈ ના નિવાસ સ્થાને જાણે મહિલાઓનો મેળો લાગ્યો હતો, માત્ર પાનિબાર ગામની જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી તેમજ પાનીનાર ગામની રાજ્યમાં જ્યાં પણ પરણાવી હોય ત્યાંથી આજના દિવસે તેઓ અચૂક અહી આવે જ છે. અને પોતાના લાડકવાયા એવા ભાઈ જયંતિભાઇ ને કંકુ તિલક કરી રાખડી બાંધે છે. અને મીઠાઈ ખવડાવે છે અને જયંતીભાઈ ને આશિષ આપે છે,તો સામે જયંતીભાઈ રાઠવા પોતાને રાખડી બાંધનાર બહેનોને ભેટ સોગાદ આપે છે, અહી આવતી દરેક બહેન સાથે જયંતીભાઈ રાઠવા પોતે એક સગા ભાઈની જેમ લાગણીસભર બની તેમની તેમના પરિવારની પૃરછા કરે છે ,પોતાના ઘરમાં બેસાડી તેમની સાથે હળીમળી વાર્તાલાપ કરે છે, સાથે એ વાત નુ પણ વિશેષ ખ્યાલ રાખે છે કે પોતાના ઘરે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા આવેલ એકપણ બહેન ખાલી હાથે અને જમ્યા વિના ન જાય …રક્ષા બંધન પર્વ ઉજવવા પોતાના ઘરે આવતી બહેનો માટે જયંતિ ભાઈ વિશેષ વાનગીઓ સાથેના ભોજન માટેની વ્યવસ્થા કરે છે. સેંકડો ની સંખ્યામાં આવતી બહેનોની રાખડી બાંધવા કતાર લાગે છે. અને આ કતાર સવારથી લઈ સાંજ સુધી જોવા મળે છે, જયંતીભાઈ રાઠવાને રાખડી બાંધવા આવેલ બહેનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જયંતીભાઈ રાઠવાના નિવાસ સ્થાને આ પ્રકારે રક્ષા બંધન પર્વની ઉજવણીનો જે સિલસિલો છે. તે છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યો છે. જે હવે રામટેકરી ની પરંપરા બની ગયું છે, જયંતીભાઈ રાઠવા ધારાસભ્ય નહોતા બન્યા તે પૂર્વેથી આ પરંપરા અહી ચાલતી આવી છે,અને દર વર્ષે અહી આવનાર બહેનોની સંખ્યામાં પણ વધી છે,કારણકે જયંતીભાઈ રાઠવા માત્ર રક્ષાબંધનના દિવસે રાખડી બંધાઈને પોતાની બહેનોને ભૂલી નથી. જતા પણ પોતાની કોઈપણ બહેનના દરેક સુખ દુઃખના પ્રસંગમાં તે સહભાગી બને છે. સહારો બને છે અને એટલેજ જયંતીભાઈ રાઠવાની જે લોકપ્રિયતા છે તે વર્ષોથી અકબંધ છે, ભાઈ બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધ ને ગાઢ બનાવતા ભારતીય સંસ્કૃતિના આ પવિત્ર પર્વની અહીં કરાતી ઉજવણી ખરેખર ભવ્ય અને સન્માનીય છે,આજે જયંતીભાઈ રાઠવાએ પોતાને રાખડી બાંધનાર સાથે તમામ બહેનોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ નિમિત્તે છોટાઉદેપુર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી.

admin

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિધાલયની વિદ્યાર્થીનીઓને એક જ બસમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે.

admin

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નગરમાં ટ્રાફિક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment