છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિધાલયની વિદ્યાર્થીનીઓને એકજ બસમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે. ઝોઝ થી છોટાઉદેપુર ખાતે હરરોજ આવન જાવન કરવું પડે છે. અને એસ.એફ.હાઈસ્કૂલમાં અભ્યાસ માટે હરરોજ બસમાં અપડાઉન કરવું પડે છે. શનિવારના રોજ બસ મોડી આવે છે. ત્યારે શૈક્ષણિક કાર્ય ના બે વિષયના પિરિયડ પણ પુરા થઇ જાય છે. તેનાથી અભ્યાસમાં મુશ્કેલી પડે છે. સ્કૂલ અને ડેપો વચ્ચે અડધા કિલોમીટરનો અંતર છે. પગપાળા ચાલીને સ્કૂલ સુધી પહોંચવું પડે છે. 75 વિદ્યાર્થીનીઓને એક સાથે બસમાં બેસાડતા હોવાથી બસમાં અમુક વિદ્યાર્થીનીઓને બેસવાની જગ્યા પણ મળતી નથી. ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓ અપડાઉન કરી ને અભ્યાસ કરે છે. બસમાં વધારે પડતા પેસેન્જર હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર ઝોઝ ખાતે ધોરણ 9 થી 12 ની શાળા શરુ કરે તેવી વિદ્યાર્થીનીઓની માંગ છે. જયારે હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બીજી બસ ફાળવવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં અનેક સુવિધાઓની ઉણપ છે. ત્યારે સરકાર એસટી બસની સુવિધા પણ વિદ્યાર્થીનીઓને પુરી પાડી શક્તિ નથી. તેનો આ વરવો નમૂનો છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

