40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટા ઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં આવેલ ભાભર સિંચાઈ વિભાગનું તળાવમાં બે કરોડનો ખર્ચ કરવા છતાંય હજી સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામ પાસે આવેલ ભાભર સિંચાઈ વિભાગનું તળાવમાં બે કરોડનો ખર્ચ કરવા છતાંય તળાવ માંથી ખેડૂતોને સિંચાઈનું પાણીના મળ્યું.

છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગના તળાવોમાં ખેડૂતોને સિંચાઈ ના પાણી મળતા નથી. ભાભર તળાવ છલોછલ ભરેલું છે. પરંતુ તેનો લાભ વર્ષોથી ખેડૂતોને મળતો નથી. તળાવ ઉપર માટીકામ તેમજ રેલિંગ તેમજ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. તેમાં પણ હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે. આદિવાસી વસ્તી ધરાવતા બે ગામોમાં કેનાલો છે. પરંતુ પાણી પહોંચતું નથી. ખેડૂતો સૂકા રહ્યા અને અધિકારીઓ લીલા થઇ ગયા છે. કદવાલ અને નવાપુરા ગામમાં કેનાલો આવેલી છે. જેમાં કદવાલ ગામમાં પાણી છોડે છે. તો ઠેર ઠેર લીકેજ છે. જયારે નવાપુરામાં પાણી જ નથી પહોંચતું સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી. તળાવ રીનોવેશન માટે ફાળવવામાં આવેલી 2 કરોડની ગ્રાન્ટની કામગીરીમાં કુવા રીપેરીંગ તળાવની સફાઈની કામગીરી તેમજ રસ્તાની કામગીરી અને તળાવના પાળા બાંધવાની કામગીરી કરવાની હતી. પરંતુ તળાવના પાળા ઉપર ફક્ત માટી નાખીને જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે. નિયમ મુજબ કામગીરી ના થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે બે કરોડની ગ્રાન્ટ ફાળવી તેનો ખર્ચ પાડી દેવામાં આવ્યો છે. પરંતુ તેનો લાભ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળ્યો નથી. જયારે ખેતરો સુકા રહેતા ખેડૂતો સૂકા રહ્યા છે. પરંતુ તળાવની કામગીરી કરનાર અધિકારીઓ કામગીરીનો ખર્ચ બતાવીને તેઓ લીલા થઇ ગયા છે. જિલ્લા વિકાસ અધિકારી અને સિંચાઈ મંત્રી આવા કામોની તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. હાલ તો સરકારે ફાળવેલ નાણાંનો ખર્ચ પ્રજાના હિતની કામગીરી થઇ નથી તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર વન વિભાગની ટીમે કુવામાં ખાબકેલ દિપડીનું દિલધડક રેસ્ક્યુ કરાયું

admin

સંખેડાના પીપળસટ ગામે ગૌશાળામાં આગ, ઘાસચારો અને લાકડાને નુકસાન

admin

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકમાત્ર ડોલોમાઈટ ઉદ્યોગ છેલ્લા ૧૦ દિવસથી ઠપ્પ

admin

Leave a Comment