40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપુર પાવી ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં સિંચાઇ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા,જિલ્લા પંચાયતના સદસ્ય ઉમેશભાઈ રાઠવા,તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ રાઠવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પૌલ વસાવા અને આર્યુવેદિક અધિકારી પારૂલબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ જેતપુર પાવી તાલુકાના તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓ ને સારવાર અને સેવાઓ આપી હતી,જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન

admin

છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે યુવાધનમાં ભારે થનગનાટ

admin

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા પુનિયાવાંટ ખાતે વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સની વિવિધ રમતોનું આયોજન

admin

Leave a Comment