40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરની નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા મલ્ટી પર્પઝ શોપિંગ કોમ્પ્લેક્સની ૩૩ દુકાનો ઓફિસ અને હોલની હરાજી કરવામાં આવી

છોટાઉદેપુરની મધ્યમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા મલ્ટી પર્પઝ શોપિંગ કોમ્પ્લેક્સની ૩૩ દુકાનો, ઓફિસ અને હોલની આજે હરાજી કરવામાં આવી. છેલ્લાં છ વર્ષથી વિવાદમાં અટવાયેલા આ કોમ્પ્લેક્સનો પ્રશ્ન સાંસદ અને ધારાસભ્યના પ્રયાસોથી ઉકેલાતા વેપારીઓ અને નગરપાલિકા તંત્રમાં ખુશી જોવા મળી રહી છે.

આજે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પાલિકાના સત્તાધીશોની હાજરીમાં આ હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને, ગ્રાઉન્ડ ફ્લોર પરની ૧૧ દુકાનોની હરાજીમાં જ નગરપાલિકાને ૨ કરોડ રૂપિયા કરતાં પણ વધુ આવક થઈ છે. આ શોપિંગ કોમ્પ્લેક્સ શહેરીજનો માટે એક નવી સુવિધા બનશે, અને વેપારીઓને પણ પોતાનો વ્યવસાય વિસ્તારવાની તક મળશે. આ હરાજીથી પાલિકાની આવકમાં પણ વધારો થયો છે, જેનો ઉપયોગ શહેરના વિકાસ કાર્યોમાં થઈ શકશે. આ કોમ્પ્લેક્સ હવે ટૂંક સમયમાં જ ધમધમતો થઈ જશે તેવી આશા છે.

Related posts

છોટાઉદેપુરના તેજગઢ ગામના બજાર સંપૂર્ણ બંધ,

admin

પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી.

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાંચ ગામોમાં આઝાદીના વર્ષો પછી રસ્તાની સુવિધા ન હોવાથી ચોમાસાના ચાર મહિના આદિવાસીઓ રસ્તાની સમસ્યાથી મુશ્કેલીમાં મુકાયા છે. જયારે ખાનગી વાહનો પણ જઈ શકતા નથી 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી.

admin

Leave a Comment