નસવાડી તાલુકો 210 ગામો ધરાવતો તાલુકો છે. જ્યારે નસવાડી તાલુકાના ખેડા છોટી ઉમર સાકલીબારી કુપ્પા આવેલ છે. અને તાલુકા ના છેવાડાના ગામો છે. જ્યારે આ વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષોપછી પણ રસ્તાની સુવિધા નથી. કાચા રસ્તા ઉપર વરસાદ પડે તો ચાલી પણ શકાતું નથી. ત્યારે ખાનગી જીપોમાં બેસીને જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા માટે લોકો ઘરે થી નીકળે છે. ત્યારે જીવનું જોખમ હોય છે. કાચા રસ્તાના ઢાળ ઉપર જીપના ચઢે તો તેને ધકકો મારી ચઢાવે છે. તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જ્યારે આ ગરીબ આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા ન મળતા હાલ તેઓ કપળી પરિસ્થિતિ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

