વડોદરામાં સરકારી વ્યવસ્થાનો અનોખો કિસ્સો: રેશનકાર્ડના કામ માટે ગયેલા માણસને કહેવાયું સિસ્ટમમાં તમે મૃત વ્યક્તિ છો
બે કલાક કતારમાં ઊભા રહ્યા બાદ કહેવાયું, ‘બહેસ ના કરો’ પ્રોસેસમાં વીસ દિવસ લાગશે
સરકારી વ્યવસ્થામાં ખામીના કારણે જીવતો માણસ કાગળ પર મૃત દર્શાવાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. એટલું જ નહીં માણસ જીવીત હોવા છતાં તેને સરકારી ચોપડે જીવીત કરવા માટે 20 દિવસનો સમય લાગશે એવો જવાબ આપવામાં આવ્યો હતો. વડોદરામાં કાપડનો વેપાર કરતા જીયાઉલ રહેમાન હનીફભાઈ કચ્છી રેશનકાર્ડ ખોવાઈ જવાથી નવું કઢાવવા માટે સોમવારે નર્મદાભવન સ્થિત કચેરીએ પહોંચ્યા હતા. બપોરે 12 થી 2 વાગ્યા સુધી કતારમાં ઉભા રહ્યા બાદ તેમનો નંબર આવ્યો તો ખબર પડી કે તેમનું રેશનકાર્ડ બંધ થઈ ગયું છે. જેથી તેમને કર્મચારીએ નવું રાશનકાર્ડ કઢાવવા માટે બીજુ ફોર્મ ભરવાનું જણાવ્યું હતું.
જોકે બીજુ ફોર્મ ભરીને ફરીથી લાઈનમાં ઉભા રહેલા યુવકને રાશનકાર્ડને લગતી કામગીરી પૂરી થઈ ગઈ હોવાથી બીજા દિવસે આવવાનું જણાવ્યું હતું

