છોટાઉદેપુરમાં આજે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં જિલ્લાના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
છોટાઉદેપુરમાં આજે સવારે જિલ્લા સેવા સદનથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, એસપી ઈમ્તિયાઝ શેખ, ડીડીઓ સચિન કુમાર સહિત અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. યાત્રા મહિલા પોલીસ સ્ટેશન, બજાર, કસ્બા ચોકડી, માણેક ચોક અને પેટ્રોલ પંપ ચોકડી થઈને એસ એફ હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈને દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન અને દેશપ્રેમનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓએ નાગરિકોને એકતા અને સમર્પણના મહત્વ વિશે પણ જાગૃત કર્યા હતા . આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની રહી હતી.

