36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુરમાં આજે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં જિલ્લાના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

છોટાઉદેપુરમાં આજે સવારે જિલ્લા સેવા સદનથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, એસપી ઈમ્તિયાઝ શેખ, ડીડીઓ સચિન કુમાર સહિત અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. યાત્રા મહિલા પોલીસ સ્ટેશન, બજાર, કસ્બા ચોકડી, માણેક ચોક અને પેટ્રોલ પંપ ચોકડી થઈને એસ એફ હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈને દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન અને દેશપ્રેમનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓએ નાગરિકોને એકતા અને સમર્પણના મહત્વ વિશે પણ જાગૃત કર્યા હતા . આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની રહી હતી.

Related posts

છોટાઉદેપુર એપીએમસી ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી રોજગાર લક્ષી સાધનોનો વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

admin

જેતપુર પાવીના પાણીબાર ખાતે યોજાયો ચૂલનો મેળો, ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

admin

છોટા ઉદેપુરના મોટી દુમાંલી ગામે 150 વર્ષે ગામ સાઈ કરી દેવોની પેઢી બદલાઈ

admin

Leave a Comment