છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા.
છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. તિરંગા યાત્રા છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

