Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લો

શાકભાજીના વેપારીને મેલી વિદ્યાના નામે 4.44 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારીને મેલી વિદ્યાના નામે 4.44 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન જેન્તી વસાવાને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો.જેથી તેઓ તેઓની માતા,બહેન અને માસી સાથે અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં રહેતા અને દશા માતાજીની પૂજા કરતા ભુવા પુષ્પાબેન વસાવાને ત્યાં ગયા હતાં.જ્યાં પુષ્પાબેને રોહન વસાવાને તેણે પહેરેલ સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું સોનાની ચેઇન વિધિના નામે મુકાવી હતી.જે બાદ સાત દિવસ પછી લઈ જવાનું કહી બીજા દિવસે અન્ય સોનાની ચેઇન અને વીંટી પણ મેલી વિદ્યાના નામે લઈ લીધા હતા.આટલેથી નહીં અટકતા ભુવા પુષ્પાબેન વસાવા રોકડા 20 હજાર અને યુવાનના બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર ફર્નિચર મળી કુલ 4.44 લાખના મુદ્દામાલની છેતરપીંડી કરી હતી.જે મુદ્દામાલ યુવાન પરત માંગતા તેને ભુવાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.આ છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટે પહોંચ્યું

admin

વાવે ગુજરાત ઝુંબેશ, ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત અંતર્ગત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સી-પંપિંગ સ્ટેશન ખાતેથી વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કરાયો

admin

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા

admin

Leave a Comment