નોટિફાઇડ એરિયા ઓથોરિટી,અંકલેશ્વર ઉદ્યોગ મંડળ,લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વાવે ગુજરાત ઝુંબેશ, ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત અંતર્ગત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સી-પંપિંગ સ્ટેશન ખાતેથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી ડો.જિજ્ઞાસા ઓઝા,એ.આઈ.એ.પ્રમુખ વિમલ જેઠવા અને આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અને સમગ્ર જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

