40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી નગર મધ્યમાં આવેલ સરદારચોકમાં પ્રતિવર્ષની પરંપરાગત શેરીગરબા અને દીવડા સાથે મહાઆરતીનું આયોજન કરાયું

નવરાત્રી ના આઠમાં નોરતે એ પરંપરાગત દીવડા મહા આરતી યોજાઈ

સમગ્ર ભારતવર્ષ અને દેશ વિદેશમાં આદ્યશક્તિ માં અંબા જગદમ્બા ની આરાધના નો પર્વ ભારેભક્તિભાવ પૂર્વક નવરાત્રી માં ગરબા સ્વરૂપે કરાતું હોયછે શહેરો માં પરંપરાગત શેરી ગરબા નું સ્થાન પ્રયોજિત ગરબાઓ એ લઈ લીધું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી નગર ના અનેકવિસ્તારો સોસાયટીઓ સહિત તાલુકા ના ગ્રામ્યવિસ્તાર માં પણ નવરાત્રી ની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરાય છે સાવલી નગર મધ્ય માં આવેલ સરદારચોક માં યંગબ્લડ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ નવરાત્રી ના ભવ્ય શેરીગરબા નું આયોજન કરાય છે જે અનુસંધાને નવરાત્રી ના આઠમેં નોરતે પરંપરાગત પ્રતિવર્ષ દિવડાઆરતી નું ભવ્યઆયોજન કરાયછે જેમાં ગરબાપ્રેમી માઇભક્ત ખેલૈયા ઓ ના હાથમાં 108 દીવડા પ્રગટાવી લાઈટબંધ કરી સંપૂર્ણ શુદ્ધ ભક્તિભાવ સાથે મહાદીવડાઆરતી કરાઈ હતી અને દીવડા ગરબા સાથે ની મહાઆરતી અને આકાશમાં હવાઈ ફટાકડાં ના સંગમ સાથે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું અને માતાજી ની આરાધના આરતી કરાઈ હતી

Related posts

સ્ક્રેપ ના ગોડાઉન માં લાગી આગ પૂંઠા અને પ્લાસ્ટિક હોવાથી આગ વધી ફાયર ની 4 ગાડીઓ એ આગ પર કાબુ મેળવવા કામે લાગી

admin

‘શિક્ષક દિન’ નિમિત્તે સરકારી તેમજ પખાનગી શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે કલેક્ટરને આમ આદમી પાર્ટી, વડોદરા શહેર દ્વારા આવેદનપત્ર

admin

વડોદરા શહેરમાં મંદિર તોડવાની નોટિસ ના મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદન પત્ર આપ્યું

admin

Leave a Comment