37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમાં અંગદાન માટેનો અવરનેસ પ્રોગ્રામ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત આજે વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા તેમજ રાજ્ય બહારથી મોટાભાગના દર્દીઓ સારવાર અર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓમાં અંગ ડોનેશન માટેનું જાગૃતતા આવે જેના ભાગરૂપે આજે નર્સિંગ એસોસિએશનના સ્ટાફ તથા ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફ એસોસિએશનના હોદ્દેદારો ઈકબાલ કડીવાલા, કમલેશ પરમાર તથા સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન ના પ્રમુખ નીલકંઠ પટેલ ની આગેવાનીમાં સયાજી હોસ્પિટલના અધિક્ષકની કચેરી પ્રાંગણમાં ઓર્ગન ડોનેશનની લખેલી 36 સાથે જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ વિજય શાહ તેમજ કાઉન્સિલર બંદિશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

Related posts

વાલ્મિકી સમાજ માટે સામાજિક–શૈક્ષણિક સ્થળ ફાળવવાની માંગ સાથે સિદ્ધાર્થ ટ્રસ્ટનું કલેકટરને આવેદનપત્ર

admin

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલય ઓપનિંગ બાદ પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

admin

વડોદરામાં 16 વર્ષની વિદ્યાર્થીની મોત પરિવારજનનો તબીબી બેદરકારીનો આક્ષેપ તપાસની માંગ

admin

Leave a Comment