Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કેસુડાના પાન અને પતરાળાનો ઉપયોગ કરીને શ્રીજીની 9 ફુટની પ્રતિમા બનાવી

શ્રી ગણેશ યુવક મંડળ વિતેલા નવ વર્ષથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવી રહ્યું છે. ત્યારે આ વર્ષે કેસુડાના પાન અને પતરાળાનો ઉપયોગ કરીને તૈયાર કરી 9 ફુટ ની પ્રતિમા બનાવી….

વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાં શ્રી ગણેશ યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણીમાં એક અનોખી અને પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિનું નિર્માણ કર્યું છે. 9.7 ફૂટ ઊંચી આ મૂર્તિનું સ્ટ્રક્ચર વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે કેસુડાના પાન અને પતરાળાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે, જેમાં લગભગ 7,500થી વધુ પાનનો ઉપયોગ થયો છે મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર, આ 9.7 ફૂટ ઊંચી મૂર્તિનું સ્ટ્રક્ચર વાંસની લાકડીઓથી બનાવવામાં આવ્યું છે, જેના પર કેસુડાના પાન લગાવીને ઇકો-ફ્રેન્ડલી રીતે તૈયાર કરવામાં આવી છે. શ્રી ગણેશ યુવક મંડળ વિતેલા નવ વર્ષથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવી રહ્યું છે. આ વર્ષે પણ નવી થીમ સાથે તેઓએ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. મંડળનું કહેવું છે કે, પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓના બદલે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સંસ્કૃતિનું સન્માન વધુ સારી રીતે થઈ શકે છે. મૂર્તિના વિસર્જન અંગે મંડળે જણાવ્યું કે, વિસર્જન પછી કેસુડાના પાનને પાણીમાં પલાળી, ક્રશ કરીને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે. કેસુડાના પાનનો ઉપયોગ ખાસ કરીને એટલે કરવામાં આવ્યો છે, કારણ કે આ પાન ઔષધીય ગુણો ધરાવે છે અને તેનો ઉપયોગ ઘા કે ઈજાની સારવારમાં પણ થાય છે. આ ઉપરાંત, કેસુડાનું વૃક્ષ ધાર્મિક દૃષ્ટિએ પણ પવિત્ર માનવામાં આવે છે.

Related posts

વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં VMC દ્વારા પોલીસ બંધોબસ્ત વચ્ચે દબાણ હટાવો ઝુંબેશ

admin

હેરિટેજ અને જર્જરીત ઐતિહાસિક બિલ્ડીંગો અંગે મહત્વની બેઠક યોજાઈ

admin

ફતેગંજમાં મારામારી…વિડીયો થયો વાયરલ

admin

Leave a Comment