વડોદરા કમાટીબાગની પાછળ ભાગ માં વિશ્વામિત્રી નદી વહે છે અને તેની દીવાલ ધરાસાઈ થઈ છે. 1200 કરોડ રૂપીયાના ખર્ચે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત પાવાગઢ થી લઈ વડોદરા માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હતી. પણ એનું પરિણામ કઈ ફળદાયી ન રહેતા પરિસ્થિતિ વિપરીત અવસ્થા માં જ જોવા મળી છે. વિશ્વામિત્રીમાં ભરપુર પાણી ની આવક ને પગલે વિશ્વામિત્રી નદી કાંઠે આવેલ તમામને નુકસાન પહોંચાડી રહ્યું છે. સાથે વિશ્વામિત્રીના રોદ્ર સ્વરૂપ ના કારણે હવે કમાટીબાગના પાછળની શૌચાલય પાછળની રેલિંગ એકાએક માટી ધસી પડતા ધરાશાયી થઈ હતી. જેને કારણે રસ્તાને સંપૂર્ણ કોર્ડન કરી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

