Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો સમૃદ્ધિ કાર્યક્રમ બોડેલી ખત્રી વિદ્યાલયમાં યોજાયો જિલ્લામાં ખત્રી વિદ્યાલય. મોખરે રહી

છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ ખત્રી વિદ્યાલય કરશે. આજરોજ NCERT ન્યૂ દિલ્હી સમગ્ર શિક્ષા ગાંધીનગર તથા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત સમૃદ્ધિ કાર્યક્રમ 2025–26 ખત્રી વિદ્યાલય મુકામે યોજવામાં આવ્યો હતો.જેમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને આ કાર્યક્રમમાં પોતાનો લેસન પ્લાન પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થયો હતો.
જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકો દ્વારા વિવિધ કલાઓને આધારિત પોતાના શૈક્ષણિક અનુભવોને અભ્યાસક્રમ સાથે જોડવાનો હતો કલાના સમાવેશ દ્વારા આપાતા શિક્ષણ શાસ્ત્રને પ્રોત્સાહિત કરવાનો અને લોકપ્રિય બનાવવાનો આ એક મહત્વનું પ્લેટફોર્મ છે જેમાં પ્રથમ ક્રમે શ્રીમતી એસ આઈ તુરાબ,દ્વિતીય ક્રમે શ્રી એસ એસ પઠાણ ખત્રી વિદ્યાલય બોડેલી તથા તુર્તીય ક્રમે શ્રીમતી એ .એમ.જિનવાલા સન રાઈઝ સ્કૂલથી વિજેતા થયા હતા.
આ સમગ્ર કાર્યમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ નિરીક્ષક કે. બી . પાચાણી સાહેબ તથા વર્ગ બેના અધિકારી હિતેશ બારીયા સાહેબ તથા વિષયને અનુરૂપ નિર્ણાયકો હાજર રહ્યા હતા. તને વિજેતાઓને સન્માન પત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમ જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કે.બી.પંચાણી સાહેબ દ્વારા પ્રથમ કૃતિને રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .તમામ વિજેતાઓ તથા ઉપસ્થિત મહેમાનો શાળાના આચાર્ય યુ.વાય.ટપલા દ્વારા આભાર માન્યો હતો.

Related posts

છોટાઉદેપુર નગરના ગોકુલધામ સોસાયટી ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા 700થી વધુ તાડપટ્ટી અને ચોખાનું વિતરણ ગરીબ લોકોને કરવામાં આવ્યું હતું, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

admin

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

admin

ભારતીય જનતા પાર્ટીનો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના કલારાણી ખાતે જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

admin

Leave a Comment