સરકાર દ્વારા ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધી કાયદો પસાર કરવાના વિરોધમાં આજરોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા હોળી કરી ઉગ્ર વિરોધ દર્શવામાં આવ્યો હતો.
ભારતીય મજદૂર સંઘ દ્વારા સરકારે ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ 1948 માં કામના કલાકો માટેનું જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે એમાં કામદારોના કામના કલાકો 8 ની જગ્યાએ 12 કલાકના કરી દેવામાં આવ્યા છે. જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી. તેમ માનવું છે. જેથી કરીને આ કાળો કાયદો ગણાવી ભારતીય મજદૂર સંઘ દ્વારા હોળી કરવામાં આવી હતી આ કાર્યક્રમ આજે દરેક જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો. સરકારને પણ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો પરત ખેંચવામાં આવે અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરોધમાં છે એની ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ થકી જ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યોને આવેદનપત્ર આપવા સહિત વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ જીગ્નેશભાઈ મજમુદારે આપી હતી.

