43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બપોરના સુમારે લૂંટારું ત્રિપુટીએ મકાનમાં રહેતા પરિવારના સભ્યોને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ કર્યો

વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી સોસાયટીમાં આવેલા 27 નંબરના મકાનમાં બપોરના સુમારે લૂંટારું ત્રિપુટીએ મકાનમાં રહેતા પરિવારના સભ્યોને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ સમયે મકાનનો ચાકર આવી જતા તેણે બાથ ભીડતા લૂંટારું તેઓ પર પથ્થર વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે કારેલીબાગ પોલીસે આગળની તપાસ હાથધરી છે.

વડોદરા શહેરમાં ધોળે દિવસે મકાનના ચાકરને કારણે લૂંટની મોટી ઘટના બનતા અટકી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નંબર 27 માં શાંતિલાલ જીવાવત પરિવાર સાથે રહે છે. આજરોજ બપોરના સુમારે તેમના પત્નિ કમલાબેન અને પૌત્ર અને પૌત્રી સાથે એકલા હતા. આ દરમિયાન બપોરે 03:00 વાગ્યાના અરસામાં કમળાબેન ભગવાનની માળા જપી રહ્યા હતા અને પૌત્ર અને પૌત્રી આરામ ફરમાવી રહ્યા હતા તેવામાં પાછળથી ધસી આવેલા કેટલા કિસ્સોએ મકાનમાં પ્રવેશ કરી કમળાબેન સહિત પૌત્ર અને પૌત્રીને નસીલો પદાર્થ સુઘાડી બેભાન કરી દીધા હતા. જોકે આ વખતે મકાનમાં છેલ્લા 22 વર્ષથી કામ કરતા ચાકર વિમલભાઈ ઘંટીએથી લોટનો ડબ્બો લઈ પરત ઘરે ફરજયા હતા આ વખતે દરવાજો નહીં ખોલતા તેઓ પાછળના દરવાજે જઈ મકાનમાં પ્રવેશ કરતા કમળાબેન અને તેમના પૌત્ર પુત્રી ઢળી પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. અવાજ થતાં અચાનક લૂંટારું ટોળકી સાથે વિમલભાઈએ બાથ ભીડી હતી.જેમાં એક લૂંટારોએ વિમલભાઈને માથામાં પથ્થર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા લુટારો ટોળકી લુટનો નિષ્ફળ પ્રયાસ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. બુમરાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે બીજી તરફ નજીકમાં જ રહેતા શાંતિલાલ ના ભાઈ સહિત પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિમલભાઈને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવની જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસના લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

શ્રી કાયસ્થ હિતવર્ધક મંડળ વડોદરા દ્વારા ચોપડા વિતરણ તથા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન

admin

વડોદરા શહેરના હરણી રોડ પર ચાલતી કાર બની અગનગોળો, સમયસર બહાર નીકળતાં પરિવાર બચ્યો

admin

નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ વખત પાઠોત્સવ અને ગણેશયજ્ઞનું ભવ્ય આયોજન

admin

Leave a Comment