35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ કડિયાવાડ મદ્રેસા ખાતે ખિદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા ભવ્ય હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

જેમાં 50 ઉપરાંત લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો

​સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા ખિદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા ડભોઈ કડિયાવાડ ખાતે સૈયદ સકલૈન અશરફી સાહેબની ઉપસ્થિતિમાં એક વિશાળ હિજામા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 50 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હિજામા થેરાપીનો લાભ લઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લીધી હતી.

હિજામા, જે એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે, તે શરીરને શુદ્ધ કરવામાં અને વિવિધ રોગોથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ કેમ્પનું આયોજન સમાજના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું, જેથી તેઓ આ આધુનિક અને અસરકારક ઉપચારનો લાભ લીધો હતો.
​આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિદમતે ખલક ફાઉન્ડેશનના પ્રમુખ મુજીબુરરહેમા સૈયદ સાથે બિલાલ ભાઈ ભૂરાવાલા મુજાહિદ ભૂરા વાલા અગ્રણીઓ મોટી સંખ્યામાં યુવા સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ તમામ સભ્યોના સહયોગ અને નિષ્ઠાને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિનો સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો.
​કેમ્પમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ આ આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી. ખિદમતે ખલક ફાઉન્ડેશનના આ પ્રશંસનીય પગલાથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને ભવિષ્યમાં આવા વધુ સેવાકીય કાર્યો માટે પ્રોત્સાહન મળશે.

Related posts

સાવલીમાં બચત ઉત્સવ ઉજવાયો

admin

વડોદરા–અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

admin

વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસેના રેલવે ગોદી ખાતે અજાણ્યા પુરુષની ડી કમ્પોઝ બોડી રહસ્યમય સંજોગોમાં મળી

admin

Leave a Comment