સુરતના સરથાણામાં મોડીરાત્રે ઓનલાઇન પાર્સલના ગોડાઉનમાં ભીષણ આગ: અન્ય બે દુકાનો પણ આગમાં શ્વાહા:આઠ કલાકે આગ કાબુમાં આવી
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા ખાતે આવેલ સીમાડા પોલીસ ચોકી પાસે ઓનલાઇન પાર્સલનો ગોડાઉન આવેલું છે. દરમિયાન ગતરાત્રે ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. જેને પગલે સ્થળ પર હાજરલોકોમાં ભાગદોડમચી ગઈહતી. એટલુંજ નહીં ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અનેપૂઠા સહિતનો માલ સામાનહોવાથી આગ ઝડપી પ્રસરવા લાગી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ આઠફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચીગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથધરી હતી. ફાયરબ્રિગેડના જવાનો દવારા આગ ઉપર સતત પાણી મારો ચલાવવામાં આવ્યો હતો અને ૭થી ૮ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. એટલુંજ નહીં આગને કારણે ગોડાઉનમાં રહેલમોટા પ્રમાણમાંમાલસામાન આગમાં બળીને ખાક થઇ ગયો હતો. એટલુંજ નહીં ગોડાઉનની આજુબાજુમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સની દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેને કારણે આદુકાનોની અંદર કુલર, જનરેટર, લેપટોપ,પંખા, સહિતના માલસામાન બળીને ખાક થઇ ગયોહતો.

