સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ: 1.40 કરોડથી વધુ કિંમતના 4 કિલો વજનનાં 8 પેકેટ મળ્યાં, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બેંગકોકથી સુરત આવ્યો હતો
સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે
આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો. તેના સામાનમાંથી હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજા)ના કુલ આઠ પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થાનું કુલ વજન આશરે 4.055 કિલોગ્રામ થયું હતું.પોલીસ અને કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 1,41,92,500 જેટલી ઊંચી છે. આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે.મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સામે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. બેંગકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનું આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.બેંગકોકથી સુરત એરપોર્ટ પર ઉતરેલા મૂળ મુંબઈના ઝફરખાનને ક્રાઈમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો હતો.
સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા ઝફરખાનની બેગની તપાસ કરતા, તેની અંદર રાખેલા કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા, જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

