Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ ડેપોના કથળેલા વહીવટ ના પરિણામે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ડેપોમાં ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

વડોદરા તરફ જતી એસટી બસો અપૂરતી તેમજ અનિયમિત હોય મુશ્કેલી અનુભવતા મુસાફરો આજે ડેપો તંત્ર દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ મુસાફરો ભડક્યા ડભોઇ બસ ડેપો થી ઉપડતી અને વડોદરા ડેપો માં જતી એસટી બસો નો કપુરાઈ ચોકડી થી ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ વડોદરા બસ ડેપો જવાનો રૂટ કરાતા નોંધાવ્યો વિરોધ નિયમિત પણે સોમાતલાવ-કીર્તિસ્થંભ અને સીટી તરફથી જતી બસોના રૂટ બદલવામાં આવતા વડોદરાની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરો એ ડેપો- તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો રોષ એક કલાક થી વધુ સમય ડભોઇ બસ ડેપોમાં ચક્કાજામ કરી ને મુસાફરો વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ
ડભોઇ થી વડોદરા બસ ડેપોમાં જતી એસટી બસો સોમાતલાવ, કીર્તિસ્થંભ, વડોદરા સિટી ના રાબેતા મુજબના રૂટ પર જ કાર્યરત રહે તેવી માંગ અન્ય ડેપોની એસટી બસો વડોદરા સિટીમાં થઈને જતી હોય ત્યારે ડભોઇ ડેપો થી વડોદરા ડેપો માં જતી બસો કપુરાઇ ચોકડી થી ડાયવર્ટ કરાતા કર્યો ચક્કાજામ રોષે ભરાયેલા મુસાફરો વિદ્યાર્થીઓને ડભોઇ બસ ડેપો મેનેજરે પરિપત્ર ના કારણે વડોદરા બસ ડેપો તરફનો રૂટ બદલ્યો હોવાનું જણાવ્યું ડભોઇ પોલીસે મધ્યસ્થી દાખવી વિદ્યાર્થીઓ મુસાફરોને સમજાવી મામલો થાળે પાડ્યો

Related posts

કમાટી બાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારોને ઉજાગર કરવા માટે જનજાગૃતિનો પ્રયાસ

admin

વડોદરામાં રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલો

admin

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા બચાવવામાં આવ્યો

admin

Leave a Comment