Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈની શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી

ડભોઈની શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી ડભોઈ ખાતે આવેલી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત જી.એમ.વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા, શ્રી એમ.એચ્ દયારામ શારદા મંદિર, અને શ્રી.એમ.પી.સી.દેસાઈ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલમાં નવરાત્રી પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

​આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી દિપકભાઈ ભોઈવાલા અને તેમના ધર્મપત્ની હિરલબેન ભોઈવાલા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની , શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી જયશ્રીબેન ગજ્જર, શ્રી જી.એમ.વી. અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપડિયા, અને શ્રી એમ.પી.સી.દેસાઈ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના આચાર્ય રીતેશભાઈ પટેલ તેમજ સમગ્ર શિક્ષકગણે હાજરી આપી હતી.
​શાળાના તમામ વિદ્યાર્થીઓએ પારંપરિક પોશાકમાં સજ્જ થઈને માતા આદ્યશક્તિની આરાધના કરી હતી. વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ગરબા અને ટીમલીની રમઝટ બોલાવીને નવરાત્રીના પર્વને દીપાવ્યો હતો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રદર્શન જોવાલાયક હતો, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉલ્લાસથી ભરી દીધું હતું.

Related posts

પોલીસે ફટાકડા ફોડતા 100 ગોળીઓના સાયલેન્સર પર બુલડોઝર ચલાવ્યું

admin

ડભોઇ ખાતેના સ્વદેશી મેળામાં “સંગીત સંધ્યા” નું આયોજન કરવામાં આવ્યું.

admin

વડોદરા મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા બાદ ઉપનેતા તરીકે શ્રીજહાભાઈ અનુભાઈ દેસાઈની નિમણૂંખ

admin

Leave a Comment