Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ત્રણ ચેન સ્નેચિંગ અને ત્રણ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

આર્મ્સ કેસના રિમાન્ડના રીઢા આરોપી દ્વારા સુરત જામનગર ખાતે કરેલા વધુ ત્રણ ચેન સ્નેચિંગ અને ત્રણ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી પકડાયેલા આરોપીને પિસ્તોલ આપનાર આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા એક હેઠળના ગુના ની તપાસ કરવામાં આવી રહેલ હોય આરોપી અજય પરસોન્ડાના નામદાર કોર્ટથી ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પિસ્તોલ સાથે પકડાયેલા આરોપી અજયએ તેની પાસેથી મળી આવેલી પિસ્તોલ તેને આરોપી નામે શંકર બાલજીભાઈ કટોસણા રહે. સુરેન્દ્રનગર પાસેથી મેળવી હોવાનું જણાય આવ્યું હતું. જે માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરેન્દ્રનગર ખાતે પહોંચી આરોપીને પિસ્તોલ આપનાર શંકર કટોસણાની ધરપકડ કરી હતી.જ્યારે તેની તપાસ દરમિયાન વડોદરા શહેરમાં મોટરસાયકલની ચોરી કરી માંજલપુર અને સમતા ખાતે ચેન્નઈ સ્નેચિંગના ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી આરોપીને કોર્ટમાં રજૂ કરી કોર્ટમાંથી તેના ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની પૂછતાછમાં વર્ષ 202425 માં સુરત શહેર ખાતે બે અને જામનગર ખાતે 1 મહિલાનો મળીને કુલ ત્રણ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન આંચકી ગુનો કર્યો હોવાનું જણાય આવતા આ અંગે સુરત અને જામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

Related posts

વડોદરા શહેરના આજવા-નિમેટા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની

admin

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા યોજાઈ

admin

બાથરૂમના દરવાજાની પાછળ દીવાલમાંથી દારૂ પકડાયો

admin

Leave a Comment