33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકામાં ચોમાસાના વિરામ વચ્ચે વીજ થાંભલાઓ પર કુદરતી સૌંદર્યનો શણગાર

ડભોઇ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાએ વિરામ લીધો છે, ત્યારે ધરતી પર ખીલેલી હરિયાળી ચરમસીમાએ છે. આ સમય દરમિયાન ગામડાંઓમાં એક અનોખું અને મનમોહક દૃશ્ય જોવા મળી રહ્યું છે, જે માનવસર્જિત સજાવટને પણ ટક્કર આપે તેવું છે – ગામના વીજ થાંભલાઓ ઉપર કુદરતી વેલ નું ડેકોરેશન ખીલી ઉઠ્યું છે.


​લાખો રૂપિયાના ખર્ચાને ટક્કર આપે તેવું કુદરતી સૌંદર્ય ​સામાન્ય રીતે, તહેવારો કે શુભ પ્રસંગોએ આપણે હજારો-લાખો રૂપિયા ખર્ચીને નવી રોશની, રંગબેરંગી ફૂલો અને લાઇટિંગનું ડેકોરેશન કરતા હોઈએ છીએ. જોકે, ડભોઇના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ પર પથરાયેલી આ લીલીછમ વેલોનું ડેકોરેશન જોઈને આંખો ઠરી જાય છે.
​ચોમાસામાં પુષ્કળ પાણી મળવાને કારણે આ વેલો લીલાંછમ પાંદડાં અને કેટલીક જગ્યાએ તો સુંદર ફૂલો સાથે થાંભલાઓને એવી રીતે જકડીને ઉપર ચઢી ગઈ છે કે જાણે કોઈ કલાકાર દ્વારા તેને ખાસ શણગારવામાં આવ્યા હોય. આ લીલા પત્તાઓ અને વેલોનું સુંદર ડેકોરેશન એટલું સજીવ અને મનમોહક લાગે છે કે લોકો કહી રહ્યા છે કે જો આપણે પૈસા ખર્ચીને આપણા ઘરે સજાઈએ તો પણ આટલું સુંદર સજી શકે નહીં પર્યાવરણ અને કુદરતની અદ્ભૂત કલાઆ અદ્ભૂત નજારો કુદરતી રીતે જ ખીલી ઉઠેલું એક ‘લાઇવ ડેકોરેશન’ છે. તે માત્ર સૌંદર્ય જ નથી ઉમેરતું, પણ સાથે સાથે ચોમાસામાં પર્યાવરણની સમૃદ્ધિ અને જીવનશક્તિનો સંદેશ પણ આપે છે. વીજ થાંભલાઓ પરનું આ કુદરતી આચ્છાદન ગ્રામ્ય વિસ્તારના વાતાવરણને એક અલગ જ આકર્ષણ આપી રહ્યું છે, જે હાલમાં અહીંના લોકો માટે ચર્ચાનો અને નિહાળવાનો વિષય બન્યું છે.

Related posts

પરમહિતધામમાં શ્રી એકલિંગજી મહાદેવના તૃતીય પાટોત્સવે સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ

admin

માસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે લિટલ હાર્ટ ઇનિશિયેટિવ દ્વારા વુડા હાઉસિંગની મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું

admin

એન કે આર્ટ ગ્રુપ સ્વામી વિવેકાનંદ ગેલેરી દ્વારા બદામડી બાગ ખાતે એક્ઝિબિશન યોજાયું…

admin

Leave a Comment