Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં પ્રશ્નોની વણઝાર ચાલી..

સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી ચુડા ગ્રામપંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા પ્રશ્નોની ઝડી વરસાવી હતી…

ઉપસ્થિત ગ્રામજનોએ સફાઈ,પાણી,ગટર,સીમમાં જવાનાં રસ્તાઓ અને ગંદકી જેવા મુદ્દે સરપંચ અને તલાટી કમમંત્રી સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી.

આ તકે ગ્રામસભામાં હોબાળો મચી જવાથી સરપંચ તેમજ તલાટી કમ મંત્રી પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા ન હતાં…

ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર ગામમાં અગાઉ જે ઠરાવો કરવામાં આવ્યા હતા તે ઠરાવોનો નિકાલ કરવામાં આવ્યો નથી..
તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ આ પ્રશ્નો માટે અરજીઓ પણ આપી હતી તેમ છતાંય ગામનાં પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી..

જે બદલ ગ્રામસભામાં હોબાળો મચી જવા પામ્યો હતો…

ગ્રામજનોએ વધુમાં જણાવ્યા અનુસાર, આ ગ્રામ સભામાં તાલુકા કક્ષાના તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નથી,માત્ર તલાટી કમમંત્રી અને સરપંચ હાજર રહ્યા હતા.

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં ખેડૂતો આકરા પાણીએ..!

admin

થાનગઢમાં FCIના ગોડાઉનમાં 50 હજાર કિલોથી વધુની મગફળીમાં આગ લાગતાં કરોડો રૂપીયાનું નુકસાન

admin

તહેવાર અનુસંધાને ચોટીલા પોલીસ દ્રારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

admin

Leave a Comment