33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
થાનગઢસુરેન્દ્રનગર જિલ્લો

થાનગઢમાં FCIના ગોડાઉનમાં 50 હજાર કિલોથી વધુની મગફળીમાં આગ લાગતાં કરોડો રૂપીયાનું નુકસાન

થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, ૫૦ હજાર કિલોથી વધારે મગફળી બળીને ખાક, કરોડો રૂપિયાનું નુકસાન.

થાનગઢમાં FCIના ગોડાઉનમાં 50 હજાર કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ લાગતાં કરોડો રૂપીયાનું નુકસાન, ફાયર વિભાગે બે કલાકની મહામહેતને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને FCIના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી. જેમાં આ આગની ગોઝારી ઘટનામાં 50000 કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

આગ પર કાબૂ મેળવવા જેસીબીથી દિવાલ તોડાઇ થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને બે શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી આવ્યાં હતા. સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા દુર્ઘટના ટળી છે. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટર મુનાફ કલાડિયા ચોટીલા

Related posts

સુરેન્દ્રનગરનાં લીંબડીમાં આગ લાગતાં લાખો રૂપિયાનો બીટી કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો

admin

સુરેન્દ્રનગરના લીંબડી શહેર વેપારી એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો

admin

ચુડાનાં ચચાણા ગામની ઘરફોડ ચોરીનાં રીઢા ગુનેગાર સામે BNSનો ગુન્હો નોંધયો.

admin

Leave a Comment