Genius Daily News
ચોટીલાસુરેન્દ્રનગર જિલ્લો

ચોટીલામાં મહિલાઓ કેરોસીન પેટ્રોલ સાથે પોલીસ સ્ટેશને પહોંચી આ-ત્મવિલોપનની ચીમકી આપી

મહિલાઓ કેરોસીન પેટ્રોલ સાથે પોલીસ સ્ટેશને પહોંચી, અવેશ ગનીના આતંક સામે કાર્યવાહીની માગ કરી.

ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગની સામે પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. મહિલાઓ કેરોસીનની બોટલો સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી.

ફરિયાદી મહેબૂબભાઈએ આરોપી અવેશ ગની દ્વારા ખંડણી માંગવાના અને ધમકી આપવાના વીડિયો અને ઓડિયો પુરાવા મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. આરોપી અવેશ વિરુદ્ધ હત્યા અને ધાકધમકી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ આરોપી પાસેથી પૈસા લઈને માત્ર સામાન્ય ફરિયાદ નોંધે છે. આ કારણે આરોપી જામીન મેળવી લે છે. ફરિયાદી મહેબૂબભાઈએ જણાવ્યું કે તેઓ મહિનાઓથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે.

મહેબૂબભાઈએ ચિંતા વ્યક્ત કરી છે કે અવેશ ગની તેમની હત્યા કરશે તો પણ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે. તેમણે ચેતવણી આપી છે કે જો પોલીસ યોગ્ય પગલાં નહીં લે તો તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરશે.

જો અવેશ ગની સામે કોઈ કાર્યવાહી નહિ થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન પર આવીને આત્મવિલોપન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ સમગ્ર મામલે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો અવેશ ગની સાથે કેટલાક પોલીસકર્મીઓ સંપર્કમાં હોવાનું સામે આવી શકે તેમ છે અને તેમની નોકરી પણ જઈ શકે છે તેવું ચર્ચાઈ રહ્યું

રિપોર્ટર મુનાફ કલાડીયા ચોટીલા

Related posts

ચુડાનાં ખાંડીયા ગામની આંગણવાડી બાળકોનાં આરોગ્ય માટે જોખમી.

admin

ચુડા તાલુકાનાં મોજીદડ સ્થિત શ્રી આનંદ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું.

admin

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ગેરકાયદેસર રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતા અનેક વાહનો અને હેવી મશીનરી જપ્ત કરવામાં આવી

admin

Leave a Comment