41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
સુરેન્દ્રનગર જિલ્લો

ચુડાનાં ખાંડીયા ગામની આંગણવાડી બાળકોનાં આરોગ્ય માટે જોખમી.

બાળકોના ભાવિ માટે રાજ્યનાં દરેક ગામોમાં આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ચુડા તાલુકાનાં ખાંડિયા ગામે આંગણવાડી કેન્દ્ર છેલ્લા દશેક વર્ષથી અસુવિધાજનક હાલતમાં જોવા મળી છે. બાળકો માટે રમતનું ગ્રાઉન્ડમાં બાવળનાં ઝાડ સુધી નીકળ્યા છે,પીવાનું પાણી શૌચાલય, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાનો અભાવ વર્તાઈ રહ્યો છે તેમજ આંગણવાડી કેન્દ્ર બહાર કચરાનાં ઢગલાં, ખુલ્લી ગટરો અને ગંદકીથી ખદબદી રહ્યું છે.આંગણવાડીમાં પોતાનાં બાળકોને વાલીઓએ સાથે મૂકવા આવવું પડે છે.ખાંડીયા ગામે આંગણવાડીના ગ્રાઉન્ડમાં બાવળોના ઝુંડ ઘર કરી ગયા છે.

રસ્તાઓ પર કાદવ કીચડ ,ખુલ્લી ગટરો ગંદકીનાં ઢગ ખડકાયા છે.ઉકરડાઓના ઢગલાં અને બાવળોના સામ્રાજ્ય વચ્ચે બાળકો પોતાના જીવના જોખમે બેસતાં હોય ત્યારે બાળકોના ભવિષ્યનો શું? તેવા સવાલો ઉદભવે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક સીડીપીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી તેઓ અક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપતા ગ્રામજનોમાં ભારોભાર તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો છે.

Related posts

પૂર્ણિમા નિમિત્તે ચુડા તાલુકાના છલાળા ગામ ખાતે બટુક ભોજનનું આયોજન કરાયું

admin

ચોટીલા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

admin

ચુડાનાં જોરાવરપરા વિસ્તારમાં ગટર લાઈનનું કામ યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવ્યું.

admin

Leave a Comment