ચુડા તાલુકાના છલાળાનાં પાદરમાં રામદેવપીર મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરાયું હતું.
હરિસંગ સાહેબ બાપુની દિવ્ય ચેતના સમગ્ર ગ્રામજનોને આશીર્વાદ આપે છે.
દર પૂર્ણિમા નિમિત્તે ભક્ત ભૂષણ જનકસિંહ સાહેબ દ્વારા ગામનાં બાળકોને બટુક ભોજનનો કાર્યક્રમ યોજાય છે.જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે.
નોંધનીય છે કે છલાળા ગામે હજારો લોકો રામદેવપીર તેમજ હરિસંગ સાહેબની સમાધિ સ્થાનનાં દર્શન કરવા માટે આવે છે.
ત્યારે અહીં રાતનાં ભોજન,ભજન,ભક્તિ સત્સંગનાં ત્રિવેણી સંગમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દર પુનમે સંતવાણીમાં નામાંકિત ભજનીકો દ્વારા ભજન સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગતગંગા પરિવાર તેમજ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે.
મળતી માહિતી અનુસાર આગામી ૩૧ ડિસેમ્બરથી પ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુનાં મુખેથી શિવકથાનું આયોજન કરાયું છે.
છલાળા ગામે હરિસંગ સાહેબનાં વર્ષોના તપોબળથી આજે પણ અનેક સેવાકીય પ્રવૃતિઓ છલાળા ગામમાં ભક્તભૂષણ જનકસિંહ સાહેબ દ્વારા અવિરતપણે ચાલુ રહે છે.
જેમાં કુતરાઓને રોટલાઓ ગાયોને ઘાસ બાળકોને બટુક ભોજન તથા પ્રસંગોપાત સમગ્ર ગ્રામજનોને પ્રસાદીરૂપે છલાળા ગામ ધુમાડાબંધનું આયોજન કરવામાં આવે છે.તથા બહેનો દ્વારા સત્સંગ મંડળ રાસ ગરબા અને ભાઈઓ દ્વારા ધૂન મંડળ,રામદેવપીરનું આખ્યાનો યોજવામાં આવે છે.
જેમાં ગામ લોકોએ પણ ખૂબ જ સહકાર આપે છે.
રિપોર્ટર ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

