નોંધનીય છે કે છેલ્લા ૭૫ વર્ષથી આનંદ આશ્રમ મોજીદડ ખાતે અષાઢવદ આઠમથી અમાસ દરમ્યાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કથામાં આનંદ આશ્રમ બીલખાની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પોતાની વાણીને પવિત્ર કરી ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે પોતાની વાણીરૂપી સેવા આપી રહ્યા છે.
કથા પ્રસંગે કથાકાર નયનભાઈ જોષી શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવાયેલ રૂક્ષમણી વિવાહ પ્રસંગને સાંસ્કૃતિક,ધાર્મિક અને આધ્યાત્મિક રીતે જીવંત બનાવી દીધો હતો.
આ પ્રસંગ ઉપસ્થિત શ્રોતાઓએ આ ભવ્ય પ્રસંગને વધુ શોભાયમાન બનાવ્યો. દરેકે પોતાની નાની મોટી સેવાઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.
આ તકે આનંદ આશ્રમનાં મેહુલભાઈ દવે,રમેશભાઈ રાવલ,કુલદીપસિંહ જાદવ સાથે ભરતસિંહ પરમારે કથાકાર નયનભાઈ જોષીને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

