35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાનાં ખાંડીયા ગામે તસ્કરોનો આતંક જોવા મળ્યો.

મળતી માહિતી મુજબ ખાંડીયા ગામમાં રાત્રિના સમયે આંગણવાડી કેન્દ્રને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

રાત્રિના સમયે આંગણવાડી કેન્દ્ર નંબર 1 નાં તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આંગણવાડી કેન્દ્રનો મુખ્ય દરવાજો તોડીને રસોડાનો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તસ્કરોને કાંઈ હાથ નહીં લાગતાં દરવાજા ખુલ્લા મૂકી નાસી છૂટ્યા હતા.

ખાંડીયા ગામે મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઇ ચોરોએ ધાડ પાડી તાળાં તોડીને આંગણવાડી કેન્દ્રની ચીજ વસ્તુઓ વેર વિખેર હાલતમાં છોડી નાસી છુટયા હતાં.

ત્યારે આંગણવાડી સંચાલક ઉમાબા વાઘેલાએ આંગણવાડી કેન્દ્રનાં તાળાં ટુટવાની ઘટનાને સી.ડી.પી.ઓ.ને જાણ કરી તાત્કાલિક અસરથી નવા બારી દરવાજા મુકાવવા માટે રજૂઆત કરી હતી.

Related posts

મુળી તાલુકાનાં સરલા ગામે ભુમાફિયા એવા કુલ -૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગનું શસ્ત્ર ઉગામ્યું

admin

ચુડાનાં ચોકડી ગામે પૂજ્ય ખીમદાસબાપુની જગ્યામાં ધર્મસ્તંભ ઉભો કરવામાં આવ્યો.

admin

ચોટીલામાં 400 થી 500 ગેરકાયદેસર દુકાનોનું ડિમોલેશન, યાત્રિકોને રાહત મળશે

admin

Leave a Comment