35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડાનાં ચોકડી ગામે પૂજ્ય ખીમદાસબાપુની જગ્યામાં ધર્મસ્તંભ ઉભો કરવામાં આવ્યો.

ચુડા તાલુકાનાં ચોકડી ગામમાં પૂજ્ય ખીમદાસબાપુનું સમાધી સ્થાન આવેલું છે.ખીમદાસ બાપુએ 200 વર્ષ પહેલા જીવતાં સમાધિ લીધી હતી. લોકવાયકા પ્રમાણે ખીમદાસબાપુએ અનેક પરચા પૂર્યા છે. ચોકડી ગામમાં પ્રખ્યાત ચરમાળીયા દાદાનું મંદિર આવેલું છે. તે ખીમદાસબાપુનું સ્વરૂપ માનવામાં આવે છે.અહીં દર અષાઢી બીજ તો ઉજવાય છે પરંતુ આ વર્ષે ગામનાં લોકો દ્વારા ખીમદાસબાપુની જગ્યામાં જે ધર્મસ્તંભ હતો તે જર્જરિત થતાં ગામ લોકોનાં સહયોગથી નવનિર્મિત ધર્મસ્તંભ ઉભો કરવામાં આવ્યો. ધર્મ સ્તંભ ૫૧ ફૂટ ઉંચો પંચધાતુ માંથી બનાવવામાં આવ્યો છે. ધર્મસ્તંભ સાયલાની પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યાના મહંત પૂજ્ય દુર્ગાદાસબાપુનાં હસ્તે વિધિવત રીતે ઉભો કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દુર્ગાદાસબાપુ દ્વારા પ્રસંગોપાત પ્રવચન તથા ઉપદેશ આપ્યો હતો.ત્યારે ખીમદાસ બાપુની સમાધિસ્થાનનાં દર્શન માટે હજારોની સંખ્યામાં માનવ મહેરમણ ઉમટી પડ્યું હતું.આ સમયે ચોકડી ગામલોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

admin

ચુડા તાલુકાનાં ચોકડી ગામનાં ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરી ચુડા ખાતે દોડી આવી આવેદનપત્ર આપ્યું.

admin

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચુડા તાલુકાના કરમડ ખાતે શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ થયો

admin

Leave a Comment