ચુડા તાલુકાનાં ગોખરવાળા ગામે ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ
ગોખરવાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કિરણબેન જાંબુકિયાનાં હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીયધ્વજને સલામી આપી હતી.
ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ સમૂહમાં રાષ્ટ્રગાન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.
આ તકે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ગોખરવાળા પ્રાથમિક શાળાની બંને કૃતિઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં.
સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ગોખરવાળા પ્રાથમિક શાળાના વિધાર્થીઓની બંને કૃતિઓમાં બાવળિયા અહમદ,ગમારા પરેશ, સિદાતર સોલેહા,સિદાતર આફિયા, પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ ગોખરવાળા ગામને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
આ અવસરે શાળાનાં બાળકોને પ્રોત્સાહિત કરી 1,75,000 જેટલું અનુદાન ગ્રામજનો તેમજ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
ત્યારે શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમુનારૂપ રહ્યું છે.
પૂ.મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોનાં બલિદાનો પછી આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરીએ.તેમનો ઈતિહાસ અને આદર્શો આવનારી પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે.
આ અવસરે આપણે દેશની એકતા,અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પર્વમાં ગોખરવાળા ગ્રામ પંચાયતનાં સરપંચ,શાળાનાં વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા.

