દેશભરમાં 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિસાવદર નગરપાલિકા હાઇસ્કૂલ ખાતે પણ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી વીર શહીદોને યાદ કરી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ, નગરપાલિકા સ્ટાફ, સદસ્યો તેમજ આચાર્ય શ્રી ડી. ટી. વાળા સાહેબ, લાલભાઈ રીબડીયા, ભાવેશભાઈ ડોબરીયા, રમણીકભાઈ દુધાત્રા, શિક્ષક સ્ટાફ તથા વિસાવદરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તે ઉપરાંત વિસાવદર તાલુકાના વિછાવડ ગામે પણ માજી તલાટી મંત્રી મનસુખભાઈ દંડિયાના માર્ગદર્શન હેઠળ 26 જાન્યુઆરીની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મનસુખભાઈ દંડિયા તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો, અગ્રણીઓ અને શાળાના શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા. આવી રીતે વિસાવદર તાલુકામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી.

