વિસાવદર તાલુકાના મોટા ભલગામ ખાતે બિનકાયદેસર બાંધકામ વહીવટી તત્ર દ્વવારા દૂર કરવાયું. આજ રોજ ભલગામ ગામે વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન માં ગેર કાયદેસર કરવામાં આવેલ પાકું કોમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવેલ. આજે વિસાવદર તાલુકાના વહીવટી કર્મચારીઓ jcb સાથે આ કોમરશિયલ બાંધકામ વાળા સ્થળે આવી પહોંચ્યા હતા. અને આ દબાણ દૂર કરાયું હતું. આ પરિસ્થિતિ જોઈ જે લોકો દબાણ કરી બેઠા છે તેઓ ભારે ચિંતિત જોવા મળી રહ્યા હતા.આજે સરકારશ્રી ની 15 લાખની કિંમત ની જમીન આજે ખૂલ્લી કરવામાં આવી હતી.અને જ્યાં આવું ગેર કાયદેસર દબાણ છે. તે વહીવટી તંત્ર દૂર કરે તેવી લોક માંગણી થઇ રહી છે.
શ્યામ ચાવડા, વિસાવદર

