વિશાલ ખાતે ભારતીય જનતા પાર્ટી વિધાનસભા 87 ના ઉમેદવાર કિરીટભાઈ પટેલ નું કાર્યાલય નું ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે વિધ્વિત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે વિધાનસભા 87 વિસાવદર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ ના નામની જાહેરાત કરવામાં આવી હતી આમ વિધાનસભા 87 વીસાવદરની ભારતીય જનતા પાર્ટીની ટિકિટ કિરીટભાઈ પટેલને આપવામાં આવી હતી ગુજરાત રાજ્યના ધુરંદર રાજ્ય મંત્રીઓ ગુજરાત રાજ્યના શાસક પક્ષના ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય લેવલના કાર્યકર્તાઓ પ્રદેશ પ્રમુખો તેમજ વિસાવદર તાલુકાના આગેવાનો અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પધારેલા મહેમાનોએ પોતાના પ્રવચનોમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે વિસાવદરની જનતાને અપીલ કરી હતી વક્તાઓએ હોય જણાવ્યું હતું કે વિસાવદર ની આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતે છે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું હતું સાથે કિરીટભાઈ પટેલનું ના માંગણપત્ર પણ પ્રાંત કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો અને ભાજપ કાર્યાલયથી સરદાર પટેલ સાહેબના પ્રતિમાને ફુલહાર કરી ડોક્ટર બી આર આંબેડકર સાહેબ ની પ્રતિમાને ફુલહાર કરી ભવ્ય રેલી અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ પુરા જોશ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો .
બ્યુરો ચિફ : શ્યામ ચાવડા. વિસાવદર

