વિસાવદર : તાજેતરમાં સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે લાયન્સ કલબ વિસાવદર ના વર્ષ ૨૦૨૫/૨૬ ના હોદેદારશ્રીઓનો શપથગ્રહણ સમારોહ ” RAMYA + PLUS ” રમ્ય પ્લસ દબદબાભેર વરસાદી માહોલ મા લાયન્સ કલબ વિસાવદર ના ડ્રિસ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી તેમજ લાયન સિરાજભાઈ માડકિયા ના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૪/૨૫ ના પ્રેસિડેન્ટ લાયન ભાવેશભાઈ પદમાણી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં વર્ષ ૨૦૨૫/૨૬ ના પ્રેસિડેન્ટ તરીકે લાયન રમણીકભાઈ ગોહેલ, સેક્રેટરી લાયન ભાવેશભાઇ પદમાણી , ટ્રેઝરર લાયન રાજેશભાઈ પંડયા સહિતની સમગ્ર ટીમનો ઈન્સ્ટોલેશન કાર્યક્રમમાં ઈન્સ્ટોલેશન ઓફીસર ડિસ્ટ્રિક્ટ એલ.સી આઈ એફ કૉ.ઓર્ડિનેટર , પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ૨૦૦૭/૦૮ એમ. જે. એફ લાયન ધીરજલાલ રાણપરીયા દ્વારા લાયન વર્ષ ૨૦૨૫/૨૬ ના હોદેદારોનો શપથગ્રહણ તેમજ ઈન્ડકશન ઓફીસર ફેમિલી એન્ડ વુમન એમ્પાવરમેન્ટ તેમજ ચાર્ટર પ્રેસિડેન્ટ એલ.સી રૂદ્રાક્ષ એમ. જે એફ લાયન રૂપલબેન લખલાણી દ્વારા નવા જોડાયેલા લાયન મેમ્બરનો શપથગ્રહણ સમારોહ ઉપસ્થિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ. સમારોહ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે રિજીયન-૫ પાસ્ટ રિજીયન ચેરપર્સન લાયન જયકિશનભાઈ દેવાણી ખાસ ઉપસ્થિત રહેલ. સમારોહ સંપન્ન થયા બાદ ઉપસ્થિત સૌ મહેમાનો માટે લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ સ્વાદિષ્ટ ભોજનનુ સુંદર આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા લાયન્સ કલબ વિસાવદર તેમજ સરકારી હાઈસ્કૂલ વિસાવદર પરિવાર નો સહયોગ રહેલ. કાર્યક્રમ નુ સફળ સંચાલન તેમજ આભાર દર્શન લાયન રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

