છોટાઉદેપુર વન વિભાગ દ્વારા પીપલેજ ગામે 20 હેકટરમાં આધુનિક ટેકોનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું,જેમાં લોકસભાના સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
વન વિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર રેન્જના પીપલેજ ગામે 20 હેકટરમાં આધુનિક ટેકોનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યાં વાવેતર કરવું મુશ્કેલ હોય એવા જંગલ વિસ્તારમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા ,ભાજપ મહામંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે પીપલેજ ગામમાં બીજા નાખવાની શરૂઆત કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, નાયબ વન સંરક્ષક આર.બી, સોલંકી, છોટાઉદેપુર આરએફઓ નિરંજન રાઠવા, વિ.ડી રાઠવા અને વનપાલ . વનરક્ષક વગેરે હાજર રહ્યા હતા. અને એક પેડ માં કે નામ અંતર્ગત સાંસદ અને ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
મોહસીન સુરતી છોટાઉદેપુર

